Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

વર્ષના અંતમાં સનકીનું શુટીંગ શરૂ કરશે વરૂણ

વરૂણ ધવન બોલીવૂડનો એવો અભિનેતા છે જેની લગભગ તમામ ફિલ્મો હિટ નિવડી છે. લગ્ન પછી તે ફરીથી શુટીંગમાં જોડાયો છે અને એક પછી એક નવા પ્રોજેકટ હાથ પર લઇ રહ્યો છે. ઢીસૂમ અને જૂડવા-૨ પછી સાજીદ નડિયાદવાલાએ વરૂણને લઇને ફિલ્મ 'સનકી' બનાવવાનું નક્કી કર્યુ છે. આ એકશન થ્રિલર ફિલ્મમાં વરૂણનો રોલ અત્યાર સુધી તેણે નિભાવેલા તમામ પાત્રો કરતાં અત્યંત વધુ કપરો છે.   વરૂણ ફિલ્મમાં એવા પોલીસ અધિકારીનો રોલ નિભાવશે જે એક પગથી દિવ્યાંગ છે. આ ફિલ્મ સુપરહિટ તમિલ ફિલ્મ ધ્રુવંગલ પથિનારૂની હિન્દી રિમેક છે. એક ખુબ કાબેલ ઇન્સ્પેકટર એક મિશન વખતે કઇ રીતે દિવ્યાંગ થઇ જાય છે તેની વાત પણ છે. આમ છતાં તે ગમે તેવા મુશ્કેલ કેસના ઉકેલ લાવી દે છે. વરૂણ સાથે પરિણિતિ ચોપડાન ેલેવામાં આવી છે. વરૂણ હાલમાં ભડિયા અને જુગ જુગ જીયો નામની ફિલ્મના કામમાં વ્યસ્ત છે. આ વર્ષના અંતમાં સનકી ફિલ્મનું શુટીંગ શરૂ થઇ જશે.

(10:02 am IST)