Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

બાઝાર ઇન્ડિયા મેગેઝિનના કવર માટે સોનાલીએ કરાવ્યું ફોટોશૂટ

મુંબઇ:  કેન્સર જેવી બીમારી સામે લડીને સ્વદેશ પાછી ફરેલી અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ તાજેતરમાં એક મેગેઝિનના કવર માટે સ્પેશિયલ ફોટો શૂટ કરાવ્યું હતું.બાઝાર ઇન્ડિયા મેગેઝિનના કવર માટે એણે પોતાને તાજગીપૂર્ણ દેખાડે એવા ખાસ પોષાક અને આભૂષણો સાથે ફોટો શૂટ કર્યું હતું. કેમેરા સામે જો કે એ ખરેખર તાજીમાજી જણાતી હતી. એણે પોતે વેઠેલી બીમારી અને સારવાર વિશે પણ આ મેગેઝિન જોડે વાત કરી હતી.આ ફોટો શૂટ માટે સોનાલીએ ચળકતા ભૂરા રંગ વન શોલ્ડ રફ્લ્ડ શૂટ પહેર્યો હતો. સાથોસાથ કાનમાં સોનાની ઇયરીંગ્સ અને સોનાનું બ્રેસલેટ પણ ચડાવ્યું હતું. એ ખુશમિજાજમાં હતી અને એ આ ફોટો શૂટથી સારી એવી ઉત્તેજિત પણ હતી.

(5:24 pm IST)