Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

સલમાનનો દબંગ ૩માં ડાન્સ કરતો વિડિયો થયો વાઇરલ

મુંબઇ તા.પઃ 'દબંગ ૩'ના એક ગીતમાં સલમાન ખાન ડાન્સ કરી રહ્યો છે અને વિડિયો હાલમાં વાઇરલ થયો છે. આ ગીતનું શૂટિંગ મધ્ય પ્રદેશમાં ચાલી રહ્યું છે. મહેશ્વર ઘાટ પર ચાલી રહેલા આ ગીના શૂટિંગમાં સલમાન તેના ચુલબુલ અંદાજમાં દેખાઇ રહ્યો છે. તેણે બ્લુ શર્ટ, જીન્સ અને સનગ્લાસિસ પહેર્યાં છે. સલમાને આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હોવાની માહિતી પણ સોશ્યલ મીડિયામાં પણ શેર કરી હતી. પ્રભુ દેવા દ્વારા ડિરેકટ કરવામાં આવી રહેલી આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા, અરબાઝ ખાન અને માહી ગીલ પણ જોવા મળવાનાં છે.

(9:57 am IST)