Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

રજ્જો ઇઝ બેક

સોનાક્ષી સિંહાએ ગઇકાલે 'દબંગ ૩'નું શૂટિંગ શરૂ કર્યું હતું. 'દબંગ ૩ ' માં તે હશે કે નહીં એને લઇને ઘણી ચર્ચા ચાલી હતી, પરંતુ સોનાક્ષી અને અરબાઝ ખાન બન્નેએ જાહેર કર્યું હતું કે તેના વગર આ ફિલમ અધૂરી છે. તે ફરી એક વાર રજજેનું પાત્ર ભજવવા માટે સજ્જ છે. ફિલ્મના શૂટિંગનો ફોટો ટ્વિટર પર શેર કરીને સોનાક્ષીએ ટ્વીટ કર્યું હતું કે 'રજ્જો પાછી આવી ગઇ છે. 'દબંગ'થી માંડીને 'દબંગ ૩'ની આ જર્ની ઘરે પાછા ફરવા  જેવું છે. આજે મારા શૂટિંગનો પહેલો દિવસ છે. મને શુભેચ્છાની જરૂર છે.'

(9:57 am IST)