Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

છપાક માટે ભરપુર તૈયારી કરી રહી છે દિપીકા પાદુકોણ

લગ્ન માટે ઘણા દિવસો સુધી બોલીવૂડથી દૂર રહેલી દિપીકા પાદુકોણ ફરીથી ફિલ્મના કામમાં વ્યસ્ત થઇ છે. તે આગામી ફિલ્મ 'છપાક' માટે તૈયારી કરી રહી છે. તેણે આ ફિલ્મ માટે પોતે તૈયારી કરી રહી હોવાની જાણકારી આપતી તસ્વીર સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી છે. જેમાં દિપીકા પટકથા અને પોતાના ડાયલોગનો અભ્યાસ કરતી દેખાય છે. દિપીકા પાદુકોણનો પહેલો લૂક થોડા દિવસ પહેલા રિલીઝ થયો હતો, જે જોઇને ચાહકો ચોંકી ગયા હતાં. દિપીકા એસિડ એટેકનો ભોગ બનેલી યુવતિના જીવન પરની આ ફિલ્મમાં મુખ્ય રોલ નિભાવી રહી છે. તેની સાથે વિક્રાંત મેસ્સી પણ છે. છેલ્લે દિપીકાની ફિલ્મ પદ્માવત આવી હતી. જેણે ત્રણસો કરોડની કમાણી કરી હતી. દિપીકા કહે છે મારી નવીફિલ્મમાં એક મજબૂત, સાહસી અને સ્વતંત્ર મહિલાની વાત છે. આ સત્ય વાત બધાની સામે લાવવી જરૂરી છે.

(9:56 am IST)