Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

બાગી-૩નું કામ શરૃઃ મોરેક્કો-ઇજિપ્ત, તુર્કીમાં શુટીંગ

બાગી-૩ની અત્યારથી જ ખુબ ચર્ચા છે. સ્ટંટ્સ, ફાઇટ અને ડાન્સીંગની વાત આવે એટલે ટાઇગરનું નામ સોૈથી પહેલા આવે છે. તેની બાગી-૩નું કામ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મનું શુટીંગ મોરક્કો, ઇજિપ્ત, સર્બિયા અને તુર્કીમાં થશે. ત્યાંના શાનદાર લોકેશન પર શુટીંગ થશે. ટાઇગરની આ ફિલ્મ આગળની બંને ફિલ્મો કરતાં તદ્દન અલગ અને એકશનના વધુ ડોઝ સાથેની હશે. અગાઉની બંને ફિલ્મો દર્શકોએ ખુબ વખાણી હતી. ટાઇગરને વધુ એક વખત એકશનપેકડ ધમાલમાં જોવા તેના ચાહકો અધિરા છે. સ્ટુડન્ટ્સ ઓફ ધર યરની સિકવલમાં પણ ટાઇગર મુખ્ય રોલમાં છે. જેમાં તેની સાથે અનન્યા અને તારા છે. તો રિતીક રોશન સાથેની એક એકશન ફિલ્મ પણ તે કરી રહ્યો છે. બાગી-૩માં તેની સાથે શ્રધ્ધા કપૂર રિપીટ થઇ છે.

 

(9:56 am IST)