Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

'હિન્દી મીડીયમ' ફેમ પાકિસ્તાની સબા કમરે નાગિન સોન્ગ પર કર્યો ચાલુ કારમાં ડાન્સ : વિડિઓ વાઇરલ

મુંબઈ: પાકિસ્તાની અભિનેત્રી સબા કમરનો એક વીડિયો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે નાગીન ગીત પર ઝૂલતી જોવા મળી રહી છે. વીડિયોમાં સબા કમર તેની કારમાં બેઠી છે અને નાગીન સોન્ગ વાગે છે, જેના પર તે બેસીને ડાન્સ કરી રહી છે.સબા ઇસ્તંબુલની મુસાફરી કરી રહી છે અને કારમાં એન્જોય કરતી વખતે તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.તમને જણાવી દઈએ કે વર્ષ 2017 માં સબા કમારે ઈરફાન ખાનની ફિલ્મ 'હિન્દી મીડિયમ' થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

(4:54 pm IST)