Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

વલસાડની વતની અભિનેત્રી પૂજા ઝવેરીને બેસ્ટ ડેબ્યુ એકટ્રેસ નો એવોર્ડ

સાઉથ ની ફિલ્મો માં સફળ અભિનેત્રી તરીકે ખ્યાતિ મેળવ્યા બાદ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ વલસાડ નો ડંકો વગાડયો : મુંબઈ ખાતે યોજાયેલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગુજરાતી સ્ક્રીન અને સ્ટેજ એવોર્ડસમાં એવોર્ડ એનાયત

વલસાડઃ તા.૫, વલસાડ જિલ્લાના વલસાડ શહેરમાં જન્મેલી પૂજા ઝવેરીનું નામ ફિલ્મી દુનિયા માટે નવું નથી. આ ગુજ્જુ ગર્લે સાઉથની ફિલ્મોમાં ડંકો વગાડયો અને હવે તે ગુજરાતી ફિલ્મોમાં પોતાનો હાથ અજમાવતાની સાથેજ સફળતા  કરી લીધી છે. પૂજા ઝવેરીએ થમ તેલુગુ, તમિલ, કન્નડ ફિલ્મો કર્યા બાદ ગુજરાતી ફિલ્મોમાં એન્ટ્રી કરતા ની સાથેજ ગુજરાતી ફિલ્મી દુનિયામાં પોતાના નામ નો ડંકો વગાડી દીધો છે. તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલ ગુજરાતી સ્ક્રીન અને સ્ટેજ એવોર્ડસ માં બેસ્ટ ડેબ્યુ એકટ્રેસ નો એવોર્ડ  કરી વલસાડ નું નામ ગૌરવાંકિત કર્યું છે. પૂજા ઝવેરી ફાઈટ માસ્ટર અને ઢોલીવૂડના મશહૂર અભિનેતા ફિરોઝ ઈરાનીના પુત્ર અક્ષત ઈરાની સાથે ડેબ્યુ ફિલ્મ 'મિસ્ટર કલાકાર' ફિલ્મમાં લીડ એકટ્રેસ તરીકે કરી હતી.

  વિગતો મુજબ, વલસાડ જિલ્લાના વલસાડ શહેરમાં જન્મેલી પૂજા ઝવેરી છેલ્લા દ્યણા વર્ષોથી સાઉથ ની ફિલ્મો માં એક સફળ અને સિધ્ધી અભિનેત્રી તરીકે ખુબ ખ્યાતિ મેળવી વલસાડ શહેરનું નામ ખુબજ  ગૌરવાંકિત કર્યું  છે. પૂજાની થમ ફિલ્મ તેલુગુ હતી અને તેનું ટાઈટલ હતું ''બમ ભોલેનાથ'' આ ફિલ્મને નવદીપ અને નવીન ચંદ્રે એકિટંગ કરી હતી જે ફેબ્રુઆરી ૨૦૧૫માં રિલીઝ થઈ હતી. ''બમ ભોલેનાથ'' માં ઓફર મળતાં તેણે મુખ્ય અભિનેત્રીનો રોલ ભજવ્યો હતો. ૨૦૧૫માં જ પોતાની કરિયર શરૂ કરનારી પૂજા કન્નડ, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

પૂજા દરેક પ્રકાર પાત્રો ખુબજ સારી રીતે ભજવી જાણે છે. મૂળ વલસાડ શહેરની પૂજા ઝવેરી વલસાડ ખાતે થી આગળ વધુ અભ્યાસ માટે મુંબઈ શિફ્ટ થઈ હતી, ૨૦૦૮માં પૂજાએ મુંબઈ ખાતે પણ ડાન્સ અને ગ્રાફિકસની ત્યેની તેની ધગસ અકબંધ રાખતા પૂજા દ્યણા ફિલ્મી અદાકારો સાથે સંપર્ક માં આવી જે બાદ પૂજા ઝવેરીએ અત્યાર સુધી ૯ તેલુગુ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીનો રોલ ભજવી ચૂકી છે, અને ૬ થી ૭ તેલુગુ ફિલ્મનું શુટિંગ ચાલી રહયા છે. જે બાદ પૂજાએ ગુજરાતી ફિલ્મમાં  પોતાનું નસીબ અજમાવી લઇ તેની થમ ગુજરાતી મુવી ''મિસ્ટર કલાકાર'' ફાઈટ માસ્ટર અને ઢોલીવૂડના મશહૂર અભિનેતા ફિરોઝ ઈરાનીના પુત્ર અક્ષત ઈરાની સાથે ડેબ્યુ કરી હતી. તાજેતર માં મુંબઈ જુહુ ખાતે યોજાયેલ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ગુજરાતી સ્ક્રીન અને સ્ટેજ એવોર્ડસ માં બેસ્ટ ડેબ્યુ એકટ્રેસ નો એવોર્ડ  કરી વલસાડ નું નામ ગૌરવાંકિત કર્યું છે.  બેસ્ટ ડેબ્યુ એકટ્રેસના નોમિનેશનમાં પૂજા ઝવેરી જોડે અન્ય ૬ જેટલી અભિનેત્રીઓ ના નામ નોમિનેટ થયા હતા જેમાં વલસાડ ની પૂજા ઝવેરીએ આ એવોર્ડ  પ્રાપ્ત કર્યો છે.

(4:22 pm IST)