Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

મનોજ સાથે સાઉથ સુંદરી સામન્થા વેબ સિરીઝમાં

મનોજ બાજપેયીની મુખ્ય અભિનયવાળી વેબ સિરીઝ ધ ફેમિલીમેનની બીજી સિઝનનું શુટીંગ પુરૂ થઇ ગયું છે. આ વખતે આ સિરીઝમાં સાઉથની જાણીતી અભિનેત્રી સામન્થા અકિનેની પણ ખાસ રોલમાં સામેલ થઇ છે. એમેઝોન પ્રાઇમ વિડીયોની આ વેબ-સિરીઝ એકશન ડ્રામા જોનરની છે. જેનું નિર્દેશન રાજ નિદીમોરૂ અને ક્રિશના ડીકેએ કર્યુ છે. આ બંને અગાઉ શોર ઇન ધ સીટી, ગો ગોઆ ગોનનું નિર્દેશન કરવા ઉપરાંત સ્ત્રી અને એ જેન્ટલમેન જેવી ફિલ્મો લખી ચુકયા છે. રાજ-ડીકેની આ જોડીએ ધ ફેમિલીમેનની બીજી સિઝનનું કામ પુરૂ કરી દર્શકોની ઉત્કંઠામાં ઉમેરો કર્યો છે. અગાઉની સિરીઝ ગયા વર્ષે વીસમી સપ્ટેમ્બરના રિલીઝ થઇ હતી. જેમાં મનોજ બાજપેયી શ્રીકાંત તિવારીના રોલમાં છે. આ મધ્યવર્ગીય પરિવારીક માણસ છે. તે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી માટે ગુપ્ત રીકે કામ કરતો હોય છે. મનોજ સાથે પ્રિયમણી, શારીબ, કિશોર કુમાર, નીરજ માધવ, ગુલ પનાગ, શરદ કેલકર હતાં. બીજી સિઝનમાં સામન્થા અકીનેનીનો ઉમેરો થયો છે.

(10:05 am IST)