Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

હોલીવૂડ ફિલ્મમાં ખુબ એકશનની તક મળી રણદીપને

રણદીપ હુડ્ડા બોલીવૂડના નોંધનીય અભિનેતાઓમાં સામેલ છે. તેની દરેક ફિલ્મના અભિનયના વખાણ થતાં રહે છે. છેલ્લે રણદીપ કાર્તિક-સારાની લવ આજકલમાં ખાસ રોલમાં જોવા મળ્યો હતો. સલમાન ખાન સાથે રાધેમાં પણ એક એન્ટી હીરો તરીકે જોવા મળવાનો છે. હવે રણદીપ હોલીવૂડમાં પહોંચ્યો છે. જેટફિલકસની ફિલ્મ એકસટ્રેશનમાં તેને ખાસ રોલ મળ્યો છે. તેની આ હોલીવૂડ ડેબ્યુ ફિલ્મનો પહેલો લૂક જાહેર થયો છે. જેમાં તે હાથમાં બંદૂક સાથે ખુબ જ અસરદાર દેખાઇ રહ્યો છે. તેના ચહેરા પર આક્રમકતા અને લાબાં બાંધેલા વાળ લૂકને વધુ આકર્ષક બનાવે છે. હોલીવૂડ સ્ટાર ક્રિસ હેમ્સવર્થ મુખ્ય ભુમિકામાં છે. ફિલ્મ વિશે રણદીપે કહ્યું હતું કે મને આ ફિલ્મમાં ભરપુર એકશન કરવાની તક મળી છે. હોલીવૂડ ફિલ્મમાં આ રીતી જબરદસ્ત એકશન કરનાર હું કદાચ પહેલો ભારતીય અભિનેતા હોઇશ. હેમ્સવર્થ, રૂસો બ્રધર્સ અને નિર્દેશક સૈમ હાર્ગ્રેવ સાથે કામ કરવાનો અનુભવ શાનદાર હતો.

(10:04 am IST)