Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

એક વર્ષમાં ત્રણ બાળકોની મમ્મી બની ગઇ સની લિયોની

ન્યૂયોર્ક તા. ૫ : બોલિવુડ એકટ્રેસ સની લિયોની અને તેનો પતિ ડેનિયલ વેબર ફરી પેરન્ટ્સ બન્યાં છે. સનીએ થોડા સમય પહેલા જ એક દીકરી દત્ત્।ક લીધી હતી, હવે સની બે જુડવા દીકરાની મમ્મી બની છે. સનીએ ગયા વર્ષે મહારાષ્ટ્રના લાતુરની નીશાને દત્ત્।ક લીધી હતી, સનીએ તેને દત્ત્।ક લીધી તે પહેલા ૧૧ પરિવારો તેને નકારી ચૂકયા હતા.

સની અને ડેનિયલ સરોગસીથી જુડવા બાળકોના મમ્મી-પપ્પા બન્યાં છે. આ બંને બાળકોને અશર સિંહ વેબર તેમજ નોઆહ સિંહ વેબર નામ અપાયું છે. સની અને તેના પતિએ પોતાના ત્રણ બાળકો સાથેનો ફોટોગ્રાફ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સનીએ લખ્યું છે કે, વધુ બે બાળકોના આગમન સાથે જ હવે તેનો પરિવાર સંપૂર્ણ બન્યો છે.

અગાઉ સનીએ આ બે બાળકોને દત્ત્।ક લીધા હોવાનું કન્ફયુઝન થયું હતું. જોકે, સનીએ આ અંગે ચોખવટ કરતા જણાવ્યું હતું કે, તે અને ડેનિયલ જ આ બંને બાળકોના બાયોલોજિકલ પેરન્ટ્સ છે, અને તેઓ સરોગસી દ્વારા આ બાળકોના મમ્મી-પપ્પા બન્યા છે.

આ અગાઉ કરણ જોહર અને તુષાર કપૂર પણ સરોગસી દ્વારા પપ્પા બની ચૂકયા છે. શાહરુખનો સૌથી નાનો દીકરો અબરામ પણ સરોગસી દ્વારા જ જન્મ્યો હતો. હવે આ લિસ્ટમાં સની લિયોનીનું નામ પણ ઉમેરાઈ ગયું છે.

માતૃત્વ અંગે સનીએ અગાઉ પણ કહ્યું હતું કે, નીશાને દત્ત્।ક લીધી તે વખતે તે વખતે તે તેના પ્રેમમાં પડી ગઈ હતી. તેને જેઓ ત્યારે લેવા ગયા ત્યારે મુંબઈથી આઠ કલાક ડ્રાઈવ કરી તેઓ લાતુર પહોંચ્યાં હતાં. તેઓ પાછા આવ્યા ત્યારે નીશા આખા રસ્તે હસતી રહી હતી. નિશાનો ફોટો જોયો ત્યારથી જ તે સની પોતાના પરિવારનો હિસ્સો બનાવવા માગતી હતી.

(5:14 pm IST)