Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

દિશાએ અદ્દભુત અભિનય કર્યો છેઃ ટાઇગરે કર્યા વખાણ

તેલુગુ ફિલ્મ લોફર તથા બાદમાં બેફિક્રે, એમ. એસ. ધોની ધ અનટોલ્ડ સ્ટોરી તથા કુંગ ફુ યોગા જેવી હિન્દી ફિલ્મો કરી ચુકેલી દિશા પટાનીને હવે તેના રિયલ લાઇફ બોયફ્રેન્ડ મનાતા ટાઇગર શ્રોફ સાથે બાગી-૨માં મુખ્ય રોલ મળતાં તે ખુબ જ ખુશ છે. ઉત્તર પ્રદેશના બરેલીમાં જન્મેલી દિશા વિશે ટાઇગર શ્રોફે કહ્યું હતું કે નિર્દેશક સાજીદ નડિયાદવાલાએ બાગી-૨ના કલાકારોને સંપુર્ણ સ્વતંત્રતા આપી રાખી હતી. દિશાના માથા પર બોલીવૂડના સોૈથી સારા વ્યકિત સાજીદ સરએ હાથ રાખ્યો છે. તેમણે સ્ક્રિપ્ટ અને નિર્દેશકના માધ્યમથી અમને કલાકારોને સંપુર્ણ છુટ આપી હતી. દિશાએ આ ફિલ્મમાં અદ્દભુત અભિનય કર્યો છે. ઉલ્લેખનિય છે કે ટાઇગરે  સાજીદની જ ફિલ્મ હિરોપંતી થકી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી.

(11:20 am IST)