Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

પ્રિય પ્રકાશ વોરિયર, નિથિન અને રકુલ પ્રિત સિંઘની તેલુગુ ફિલ્મ ‘ચેક’નું ટ્રેલર રિલીઝઃ સસ્પેન્સથી ભરપૂર ફિલ્મ

નવી દિલ્હી: પ્રિયા પ્રકાશ વોરિયરની તેલૂગૂ ફિલ્મ 'ચેક'નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ યૂટ્યૂબ પર હાલ 16મા નંબરે ટ્રેડ કરી રહ્યું છે. પ્રિયા પ્રકાશ વોરિયર ઉપરાંત આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સુપરસ્ટાર નિથિન ભજવી રહ્યા છે. તો બીજી તરફ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ પણ વકીલના દમદાર રોલમાં જોવા મળી રહી છે. પ્રિયા પ્રકાશ વોરિયર આ ફિલ્મથી ટોલીવુડમાં પણ ડેબ્યૂ કરી કરી રહી છે.

પ્રિયા પ્રકાશ વોરિયર, નિથિન અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ 'ચેક'નું ટ્રેલર સસ્પેંસથી ભરપૂર જોવા મળી રહ્યું છે. તેમાં ઘણા ટ્વિટ્સ અને ટર્ન્સ જોવા મળી રહ્યા છે. ટ્રેલરમાં જોઇ શકાય છે કે નિથિન એક કેદીની ભૂમિકા ભજવી રહ્યા છે અને તેમને ગદ્દારના રૂપમાં રજૂ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ રકુલ પ્રીત સિંહ ફિલ્મમાં ક્રિમિનલ વકીલના રોલમાં છે જેમને લાગે છે કે નિથિન નિર્દોષ છે. ફિલ્મમાં એકશનનો જોરદાર ડોઝ જોવા મળી રહ્યો છે.

પ્રિયા પ્રકાશ વોરિયરની ફિલ્મ 'ચેક'ને ચંદ્ર શેખર યેલેતી ડાયરેક્ટર કરી રહ્યા છે. અત્યાર સુધી ટ્રેલરને 43 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. બુધવારે જ આ ટ્રેલર રિલીઝ થયું હતું. ફિલ્મ આગામી 26 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલરને જે પ્રકારે રિસ્પોન્સ મળી રહ્યો છે તેનાથી લાગી રહ્યું છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર ધમાલ મચાવશે.

(4:55 pm IST)