Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ભાણેજ ઇમરાન ખાનને મહાભારત માટે સાઈન કર્યો આમિરે

મુંબઇ: બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટના નામે પંકાતા સુપર સ્ટાર અને ફિલ્મ સર્જક આમિર ખાને પોતાના ભાણેજ અભિનેતા ઇમરાન ખાનને પોતાના અતિ મેગા પ્રોજેક્ટ મહાભારતના એેક પાત્ર માટે સાઇન કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ભારતના આ મહાકાવ્ય પરથી આમિર પાંચ ફિલ્મોનો એક વિરાટ પ્રોજેક્ટ હાથમાં લઇને તૈયારી કરી રહ્યો છે. ઇમરાન ખાન છેલ્લાં ત્રણેક વર્ષથી સાવ નવરો બેઠો છે. એણે પોતાના અન્ય સંબંધી સિનિયર ફિલ્મ સર્જક મહેશ ભટ્ટને પણ પોતાને કામ આપવાની વિનંતી કરી હતી. હવે આમિર ખાને એને સાઇન કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે મહાભારતમાં ઇમરાન ખાન કયા પાત્રને રજૂ કરશે એ વિશે હજુ સ્પષ્ટતા કરાઇ નથી. પણ ઇમરાનને કામ મળ્યું છે મહત્ત્વની વાત છે. ઇમરાનના પ્રવક્તાએ કહ્ય કે ઇમરાનની છેલ્લી ફિલ્મ કટ્ટી બટ્ટી ફ્લોપ નીવડી ત્યારબાદ એની પાસે કામ નહોતું. લગભગ બે અઢી વર્ષથી એ નવરો બેઠો હતો અને કામ માગતો ફરતો હતો. એને મામા આમિર ખાને સાઇન કરીને એનો ઉત્સાહ વધાર્યો હતો. અગાઉ એણે રણબીર કપૂરે છોડી દીધેલી દિલ્હી બેલી ફિલ્મ કરી ત્યારે એને ડર હતો કે આ ફિલ્મ જોઇને મારાં સ્વજનો શું માનશે પરંતુ એનો એ ડર ખોટો નીવડયો હતો અને એના પરિવારે આ ફિલ્મ અંગે કોઇ ટકોર કરી નહોતી.
 

(5:18 pm IST)