Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

એકશન થ્રિલરની તૈયારીમાં પરિણિતિ

પરિણિતિ ચોપડાએ કારકિર્દીમાં અનેક ભુમિકાઓ ભજવી છે. પરંતુ હવે તે પહેલી જ વખત એવું કામ કરી રહી છે જે અગાઉ કદી નથી કર્યુ. તે એક ફિલ્મમાં અન્ડરકવર એજન્ટનો રોલ નિભાવી રહી છે. નિર્દેશક રિભુ દાસગુપ્તાની એકશન થ્રિલર ફિલ્મ તે કરી રહી છે. જેનું નામ હવે નક્કી થશે. પરિણિતિ ચોપડા આ ફિલ્મમાં રેસ્કયુ મિશન પર કામ કરતી જોવા મળવાની છે. કયુ મિશન હશે એ નક્કી નથી પણ એટલુ સ્પષ્ટ છે કે ભારત-પાકિસ્તાન સિવાયનું મિશન છે. ફિલ્મમાં પરિણિતિના પાત્રના અંગત જીવનને પણ દેખાડવામાં આવશે. પરિણિતિ સાથે ફિલ્મમાં કે. કે. મેનન, રજીત કપૂર, દિવેન્દૂ ભટ્ટાચાર્ય, પંજાબી સિંગર અને અભિનેતા હાર્ડી સંધુ પણ ખાસ રોલમાં છે.

અગાઉ રિભુ સાથે પરિણિતિ ધ ગર્લ ઓન ધ ટ્રેનમાં પણ કામ કરીચુકી છે.  શુટીંગ માર્ચ મહિનામાં શરૂ થશે. હાલમાં લોકેશનની તલાસ થઇ રહી છે. ધ ગર્લ ઓન ધી ટ્રેન હવે રિલીઝ થવાની તૈયારીમાં છે. અર્જુન કપૂર સાથેની સંદિપ ઓૈર પિન્કી ફરારમાં પણ પરિણિતિ છે.

(9:24 am IST)