Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

સંજય દત્તની દીકરી ત્રિશલાને મળ્યા શત્રુધ્નસિંહા

શત્રુધ્નસિંહાએ ગઇ કાલે સંજય દત્તની દિકરી ત્રિશલા સાથેનો ફોટો ટ્વિટર પર શેર કર્યો હતો. સંજય દત્તે તેની ફેમિલી સાથે દુબઇમાં ન્યુયર સેલિબ્રેટ કર્યું હતું. શત્રુધ્નસિંહા પણ દુબઇ ગયા હોવાથી તેઓ તેમના મિત્ર સુનીલ દત્તની દોહિત્રી ત્રિશલાને મળ્યા હતા. ત્રિશલા સાથેનો ફોટો શેર કરતાં શત્રુધ્નસિંહાએ ટ્વીટ કર્યું હતું. કે 'દુબઇમાં મને મારા મિત્ર સ્વર્ગસ્થ સુનીલ દત્તની દોહિત્રી અને પોપ્યુલર એકટર સંજયદત્તની સુંદર દીકરી ત્રિશલાને મળવાનો મોકો મળ્યો. તેણે મને કહ્યું હતું કે તે મારી દીકરી સોનાક્ષી સિંહાની ખૂબ જ મોટી ફોલોઅર છે.'

(3:50 pm IST)