Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

અનુરાગ કશ્યપ હવે ડિરેકટ કરશે અમિતાભ બચ્ચનને?

મુંબઇ તા. પ : અનુરાગ કશ્યપ હવે અમિતાભ બચ્ચનને પણ ડિરેકટ કરશે એવી ચર્ચા ચાલી રહી છે. અનુરાગની 'મુકકાબાઝ' રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ બાદ અનુરાગ તેની 'મનમર્ઝિયા'બનાવશે. આ ફિલ્મ સાથે તે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની 'ગુલાબ જામુન'ને પ્રોડયુસ કરશે એવી ચર્ચા છે. અનુરાગ આ વર્ષે અમિતાભ બચ્ચનને લઇને ફિલ્મ બનાવવા માગે છે એવી ચર્ચા ચાલી રહી છે તેની પાસે આ માટેની સ્ક્રિપ્ટ પણ છે અને એ માટે તે બિગ બીને જ પસંદ કરવા માંગે છે.આ ફિલ્મનો વિષય હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યો, પરંતુ બિગ બી એ માટે તૈયારી  દેખાડે ત્યાર બાદ એની જાહેરાત કરવામાં આવશે.(૬.૭)

(11:36 am IST)