Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

'ધ કપિલ શર્મા શો'ના એક એપિસોડ માટે ૨ થી ૩ લાખ ફીસ લે છે સુમોના ચક્રવર્તી,

કોમેડિયન અને એકટ્રેસ સુમોના ચક્રવર્તી 'ધ કપિલ શર્મા શો'માં તેની કોમેડી અને અદાકારીથી ઓડિયન્સના દિલ જીતી લે છે

 મુંબઇ,તા.૪ : એકટ્રેસ અને કોમેડિયન સુમોના ચક્રવતી 'ધ  કપિલ શર્મા શો'ની સૌથી જુના કલાકારોમાની એક છે. તે કપિલ શર્મા સાથે કોમેડી સર્કસમાં પણ હતી. કપિલ શર્મા શો'માં તે ભૂરીનુ પાત્ર ભજવે છે. સાથે જ તેની અદાઓ, ડાન્સ, કોમિક ટાઈમીંગ અને ડાયલોગ ગેસ્ટના દિલ જીતી લે છે. તે ઓડિયન્સનું મનોરંજન પણ કરે છે અને ઓડિયન્સને પણ સુમોના ખૂબ પસંદ આવે છે.

પણ શું તમે જાણો છો કે 'ધ કપિલ શર્મા શો'માં કામ કરવા માટે તે કેટલી ફીસ લે છે.. એ જાણશો તો તમને હેરાનગી પણ થશે અને થોડી નિરાશા પણ થશે.. કારણ કે શોમાં કામ કરનાર કપિલ શર્મા, ભારતી સિંહ, ચંદન પ્રભાકર, કિકુ શારદા, કૃષ્ણા અભિષેક અને જજ અર્ચના પુરાણસિંઘથી પણ તે ઓછા પૈસા લે છે.

 એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ સુમોના 'ધ  કપિલ શર્મા શો'માં એક એપિસોડ કરવા માટે ૨ થી ૩ લાખ રૂપિયા લે છે. અર્થાત કે એક વિક એન્ડ પર તે ૪ થી ૬ લાખ રૂપિયા કમાય છે. જયારે અન્ય કલાકારો ૫ લાખ રૂપિયા અને તેનાથી વધારે ફીસ પ્રતિ એપિસોડ લે છે. પણ, સુમોના આ ફીસમા પણ ખૂબ ખુશ છે. તેનું કહેવું છે કે તે જેટલુ કામ કરે છે તે મુજબ તેને સારી એવી રકમ મળે છે.

સુમોનાને જેટલી ઓડિયન્સ પસંદ કરે છે. તેટલા જ સોશિયલ મિડિયા પર પણ તેના ફેંસ અને ફોલોઅર્સ છે. હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેના ૧૦ લાખ ફોલોઅર્સ થયાં છે. જેને લઇને તેણે ખુશી જાહેર કરી હતી. પોતાના ફેન્સ અને ફોલોઅર્સનો તેણે આભાર વ્યકત કર્યો હતો.. સુમોનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફેન્સ માટે મેસેજ લખ્યો હતો કે 'કોઇપણ શર્ત વગર પ્રેમ, સહકાર અને દુઆઓ માટે દિલથી આપનો ખૂબ આભાર'

(10:30 am IST)
  • કોરોના ગાંડોતૂર બનતા અમેરિકાના લોસ એન્જલીસમાં લોકડાઉનની જાહેરાત : લોકડાઉનનની જાહેરાતથી ગુજરાતનો હીરા ઉદ્યોગ ચિંતામાં : ક્રિસમસની ઘરાકી ઉપર પડી શકે છે મોટી અસર : સુરતમાં તૈયાર થયેલા હીરા અને જવેલરીની અમેરિકામાં સારી માંગ હોય છે : ક્રિસમિસના મોટા ભાગના ઓર્ડર સુરતથી રવાના થયા છે access_time 10:47 am IST

  • ખેડૂત આંદોલને જોર પકડ્યું : આવતીકાલ શનિવારે મોદીનું પૂતળું બાળશું : રસ્તાઓ ઉપર ચક્કાજામ વધારી દઈશું : જો અમારી માંગણી નહીં સંતોષાય તો 8 તારીખે ભારત બંધ access_time 7:18 pm IST

  • તાપીમાં સગાઇ કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા મામલોઃ ભાજપ નેતા કાંતિ ગામિત સહિત 4 આરોપીના સોનગઢ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. બાકીના 15 આરોપીની જામીન અરજીની તજવીજ હાથ ધરાઈ access_time 8:54 pm IST