Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

અક્ષયકુમાર, કરીના કપૂર ખાન, દિલજીત દોસાંજ અને કિયારા અડવાણીની ફિલ્મ ગુડ ન્યૂઝનું નવું ગીત રિલીઝ

અમદાવાદ :બોલિવુડ સ્ટાર અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, દિલજીત દોસાંજ અને કિયારા અડવાણીની ફિલ્મ ગુડ ન્યૂઝનું નવુ ગીત રિલીઝ થયું છે. ગીત સૌદા ખરા ખરા.. રિલીઝ થતા જ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ગીતમાં દિલજીત અને કિયારાની મસ્તી જોવાલાયક છે. ગીતને વધુ દમદાર બનાવવા મટે અક્ષય કુમારની જબરદસ્ત એન્ટ્રી એડ કરવામાં આવી છે. એટલું જ નહિ, અક્ષય કુમાર ઘોડા પર તથા પર જમીન પર આળોટીને નાગીન ડાન્સ કરતો નજરે ચઢ્યો છે. તો સાથે જ અક્ષયે સુખવિંદરના ભાંગડાની સ્ટાઈલ પણ કરી છે. જોકે, આ ગીતમાં કરીના કપૂર ક્યાંય દેખાઈ નથી રહી.

ઉલ્લેખનીય છે કે, સૌદા ખરા ખરા ગીત ગાયક સુખબીરનું સુપરહીટ નંબર છે. વર્ષોથી આ ગીત લોકોને નાચવા માટે મજબૂર કરે છે. લગ્ન હોય કે પાર્ટી આ ગીત હંમેશા ટોપ નંબર્સમાં હોય છે. આ નવા ગીતને અવાજ પણ સુખબીરે પણ આપ્યો છે. તો ગુડ ન્યૂઝ ફિલ્મમાં આ ગીત તદ્દન અલગ લાગે છે. ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર અને કરીના કપૂરની આ ફિલ્મ 27 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.

આ પહેલા દિલજીતે આ ફિલ્મના સેટ પરથી શૂટ કરેલો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં ફિલ્મના ફની મોમેન્ટ્સ બતાવવામાં આવ્યા છે. આ વીડિયોમાં અક્ષય કુમાર અને કરીના કપૂરની સાથે દિલજીત અને કિયારા સાથે શુટિંગ દરમિયાન કેવી કેવી મસ્તી કરવામાં આવી તે બતાવાયું છે. ગુડ ન્યૂઝનું ટ્રેલર પણ લોકો બહુ જ પસંદ કરી રહ્યાં છે.

આ એક યુનિક કોન્સેપ્ટની અલગ કોમેડી ફિલ્મ છે. અક્ષય કુમાર અને કરીના કપૂર આમ પણ અલગ કોન્સેપ્ટથી ફિલ્મો કરવા માટે પ્રખ્યાત છે. ખુદ અક્ષય કુમારે કહ્યું કે, મેં જ્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી તો હુ ખુશ થઈ ગયો હતો, ત્યારે વિચાર્યું કે લોકોને પણ આ ફિલ્મ જરૂર ગમશે.

(5:13 pm IST)