Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

કોમેડિયન ભરતી સિંહ હર્ષ લીમ્બાચીયા સાથે લગ્નના બંધનમાં બંધાઈ

મુંબઈ: ટેલીવિઝન પર પોતાના કોમેડી અંદાજથી હસાવનાર ભારતી સિંહ હર્ષ લિમ્બાચિયા સાથે ૩ ડિસેમ્બરે લગ્નગ્રંથીથી જોડાઈ છે. બંને ગોવામાં હિંદુ રીત-રિવાજથી મેરેજ કર્યા હતા. બંનેના મેરેજની રસમ ૬ દિવસ સુધી ચાલી છે. ભારતી અને હર્ષના મેરેજનું સેલિબ્રેશન ગોવામાં ૩ દિવસ સુધી ચાલ્યું છે. ૧ થી ૩ ડિસેમ્બર સુધી ભારતી અને હર્ષના મેરેજની રસમ જેવી કે મહેંદી, હલ્દી, ફેરે અને કોકટેલ પાર્ટી હતી. ભારતી અને હર્ષના મેરેજ ફંકશનમાં ઘણા ટીવી સેલેબ્સ સામેલ થયા હતા.

જીહાં, ભારતી અને હર્ષે મેરેજ પહેલા તેમના નજીકના ટીવી સેલેબ્સ માટે પુલ પાર્ટી રાખી હતી. તેમાં બધા ખૂબ એન્જોય કરતા નજર આવ્યા હતા. ભારતી અને હર્ષની આ પુલ પાર્ટીમાં કૃષ્ણા અભિષેક, કાશ્મીરા શાહ, શનાયા ઈરાની, આશા નેગી, રિત્વિક ધન્જાની, પ્રિયા બેનર્જી, મોનાલીસા સહિત ઘણા ટીવી સેલેબ્સ તેમાં સામેલ થયા હતા.કોમેડિયન ભારતી સિંહના મેરેજ પહેલા બુધવારે મુંબઈમાં માતાની ચોકી રાખવામાં આવી હતી. ભારતીના ઘરે રાખવામાં આવેલ આ પ્રોગ્રામમાં ફેમિલી મેમ્બર્સ સિવાય ભારતીના ફ્રેન્ડસ પણ સામેલ થયા હતા. આ અવસર પર ભારતી પિંક કલરના અનારકલી ડ્રેસમાં નજર આવી હતી તો બીજી તરફ, હર્ષ લિમ્બાચિયા બ્લુ શેરવાણીમાં નજર આવ્યા હતા.

 

(7:04 pm IST)