Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

શીબાને ટીવી પરદે મળ્યો શકિતશાળી મહિલાનો રોલ

ફિલ્મોમાં કામ કરી ચુકેલી શીબા હવે ટીવી પરદે હાંસિલ નામના શોમાં કામક રીર હી છે. આ શોમાં તે સારિકા રાયચંદ નામની તાકાતવાન મહિલાના રોલમાં છે. શીબાઓ આ રોલ મોટો બિઝનેસ ધરાવતી મહિલાનો છે. શીબા કહે છે આ પાત્ર ખુબ જ મજબૂત છે. જેમાં હું મોટા મોટા ધંધાઓનું સંચાલન કરતી મહિલા બની છું. આ રોલ ખુબ જ શકિતશાળી અને ઉત્કૃષ્ટ છે. વ્યકિતત્વ, પાત્ર અને તાકાતના મામલામાં આ ભુમિકાથી કોઇ નજીક હોય તો તે નિતા અંબાણી છે. તે ખુબ જ આકર્ષક, ઉત્કૃષ્ટ અને ભારતમાં ખુબ જાણીતી વ્યકિત છે. તેના વ્યકિતત્વમાં તાકાતનો અનુભવ થાય છે. શીબાએ યે આગ કબ બુઝેગી, સુરક્ષા, હમ હૈ કમાલ કે, દમ, મિસ ૪૨૦, મીસ્ટર બોન્ડ સહિતની ફિલ્મો અને સોૈભાગ્યલક્ષ્મી, કરિશ્મા સહિતના શો કર્યા છે.

 

(9:27 am IST)