Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

જુહી અદ્દભુત અભિનેત્રીઃ સૃષ્ટિએ કર્યા વખાણ

ટીવી અભિનેત્રી જુહી પરમાર હાલમાં ઝી ટીવીના શો હમારીવાલી ગૂડ ન્યુઝમાં સાસુનું પાત્ર ભજવી રહી છે. જુહી સાથે સૃષ્ટિ જૈન મુખ્ય રોલમાં છે. સાસુ-વહુમાં કેવા સંબંધો હોય તેની વાત આ સિરીયલમાં દર્શાવાઇ રહી છે. શોમાં સૃષ્ટિએ નવ્યા તિવારી નામનું પાત્ર ભજવ્યું છે. જ્યારે જુહી પરમાર તેની સાસુ રેણુકાના રોલમાં છે. સૃષ્ટિએ કહ્યું હતું કે જુહી એક અદ્દભુત એકટર છે. મેં અભિનય ક્ષેત્રે મારી સફરની શરૂઆત કરી એ પહેલાથી હું તેમને જોતી આવી છું. હું કોઇ દિવસ તેમને અગાઉ મળી નહોતી. પહેલીવાર પ્રોમો શુટ વખતને મળવાનું થયું ત્યારે હું ખુબ જ ખુશ હતી. તેમનું ટીવી પરદે ખુબ મોટુ નામ હોઇ સાથે કામ કરવાનું છે એ વિચારી હું પહેલા તો ડરી ગઇ હતી. તેમને મળી ત્યારે કંઇ બોલી પણ શકી નહોતી. પણ તેમણે એક મિત્રની જેમ મને આવકાર આપ્યો હતો. એ પછી મારો ડર દૂર થયો હતો અને મેં ખુબ વાતો કરી હતી. અમારી વચ્ચે હવે ખુબ સારુ બને છે. જુહીએ કહ્યું હતું કે સૃષ્ટિને પહેલીવાર મળી ત્યારે જ ખબર પડી ગઇ હતી કે તે ખુબ સારી છોકરી છે.

(11:14 am IST)