Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

સાન્યાની વધુ એક ફિલ્મ રિલીઝ થશે આવતા વર્ષે

સાન્યા મલ્હોત્રાને વધુ એક ફિલ્મ મળી છે. તે આ વખતે વિક્રાંત મેસ્સી અને  બોબી દેઓલ સાથેની એક ફિલ્મ લવ હોસ્ટેલમાં જોવા મળશે. ફિલ્મની કહાની શંકર રમણે લખી છે અને નિર્દેશનનું કામ પણ તેમને જ સોંપાયું છે. ઉત્તર ભારતના યુવાન કપલની આ કહાની છે. રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ અને દ્રશ્યમ ફિલ્મ્સએ આ વર્ષના પ્રારંભે કામયાબ નામની ફિલ્મ આપી હતી. હવે તેઓ લવ હોસ્ટેલ લાવી રહ્યા છે. ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. શુટીંગ આ વર્ષમાં જ શરૂ થઇ જશે. શંકર રમણે કહ્યું હતું કે હું હમેંશા દિલ-દિમાગના સવાલોમાં રૂચી ધરાવુ છું. કોઇપણ સવાલનો જવાબ હિંસા ન હોવી જોઇએ. વિક્રાંત, સાન્યા અને બોબી દેઓલ મારી કહાની મુજબ પરફેકટ પાત્રો ભજવી શકે છે તેમ મને લાગે છે. સમાજની સમસ્યાઓને ઉકેલવા માટે આ ફિલ્મ ઉપયોગી થશે.

(11:12 am IST)