Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

2020માં ઈદ પર ટક્કર લેશે અક્ષય- સલમાનની ફિલ્મો

મુંબઈ:વર્ષના અંતમાં ઉજડે ચમન અને બાલા વચ્ચે રિલીઝની ટક્કર થઈ હતી. ત્રણ ત્રણ વખત કોર્ટમાં જઈને તેમણે મુદ્દાનો ઉકેલ લાવવો પડયો. ઉપરાંત અર્જૂન કપૂર અને સંજય દત્તની પાનીપત તથા કાર્તિક આર્યનની પતિ-પત્ની વો ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ટકરાવામાં વધુ બે ફિલ્મોનો ઉમેરો થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બોલિવૂડના બે સુપર સ્ટાર સલમાન ખાન અને અક્ષય કુમારની ફિલ્મો આવતા વર્ષે ઈદના દિવસે ટકરાવાની છે. સલમાનની રાધે-યોર મોસ્ટ વોન્ટેડ અને અક્ષય કુમારની લક્ષ્મી બોમ્બ ૨૨ મે ૨૦૨૦ના રોજ રિલીઝ થવાની છે.

(6:08 pm IST)