Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

મહિનાના અંતમાં શરૂ થઇ રહ્યો છે કૂકીંગ શો માસ્ટરશેફ ઇન્ડિયા

ટીવી પરદાનો ચર્ચીત અને લોકપ્રિય કૂકીંગ શો 'માસ્ટર શેફ ઇન્ડિયા' છઠ્ઠી સિઝન માટે તૈયાર છે. આ શોમાં દેશભરના   નિપૂણ કૂક-રસોઇયાઓ વચ્ચે કોણ સારામાં સારી રસોઇ બનાવે છે? તે માટેનો જંગ જામે છે. પુરષ્કાર વિજેતા અને સ્ટાર શેફ વિકાસ ખન્ના આ શોમાં ભાગ લેનારા તમામ કૂકને તમામ માર્ગદર્શન પુરૂ પાડે છે. નવી પેઢીના નવા કૂકની શોધમાં દેશભરમાં અલગ-અલગ શહેરોમાં ઓડિશન લેવાનું શરૂ થઇ ગયું છે. પ્રતિભાશાળી શેફ પંકજ ભદોરીયા તેનું પ્રમુખ ઉદાહરણ છે, જેને માસ્ટર શેફ ઇન્ડિયા શોથી ઘર-ઘરમાં ઓળખ મળી છે. તેણે પહેલી સિઝનમાં વિજય મેળવ્યો હતો. તે સ્પર્ધકોને ઉત્સાહિત કરવા ઓડિશનમાં પણ હાજરી આપે છે. સ્ટાર પ્લસ પર માસ્ટરશેફ ઇન્ડિયાની છઠ્ઠી સિઝન આગામી દિવસોમાં એટલે કે આ મહિનામા અંતમાં શરૂ થશે. શોના પ્રારંભે એટલે કે ૨૦૧૦માં અક્ષય કુમારે કૃણાલ કપૂર અને અજય ચોપરા સાથે જજ તરીકે કામ કર્યુ હતું. આ વખત નિર્ણાયકોમાં વિકાસ ખન્ના, રણવીર બ્રાર અને વિનીત ભાટીયા છે.

(10:04 am IST)