Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

એલીની ભુમિકા ખુબ મહત્વની

ટાઇગર શ્રોફ અને કૃતિ સેનને હીરોપંતી ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ બંને ફરીથી એક સાથે આવી રહ્યા છે. ગણપત નામની આ ફિલ્મમાં હવે અભિનેત્રી એલી અવરામની પણ એન્ટ્રી થઇ ચુકી છે. આ એક એકશનથી ભરપુર ફિલ્મ હશે. ફિલ્મમાં બે હિરોઇન હશે એ પહેલેથી નક્કી હતું. ક્રિતી સેનન સાથે બીજા બે નામોમાં નોરા ફતેહી અને નૂપુર સેનન ચર્ચામાં હતાં. પરંતુ હવે નિર્માતા નિર્દેશકે એલી એવરામને સાઇન કરી લીધી છે. એલીનો ગણપત ફિલ્મમાં ખુબ જ મહત્વનો રોલ છે. પ્રથમ શેડ્યુલનું શુટીંગ લંડનમાં શરૂ થઇ જશે. એલીનો આ ફિલ્મમાં અલગ જ લૂક જોવા મળશે. આ ફિલ્મ બે ભાગની ફ્રેન્ચાઇઝીવાળી છે. જેમાં ૨૦૩૦ થી ૨૦૪૦ સુધી ગણપતના જીવનમાં આવતાં જબરદસ્ત ફેરકારો દેખાડવામાં આવશે. નિર્માતાએ કોવિડને ધ્યાનમાં રાખીને ફિલ્મની સ્ક્રિપ્ટમાં મહત્વના બદલાવ કર્યા છે. ફિલ્મમાં વીએફએકસ ભરપુર -પ્રમાણમાં જોવા મળવાનું છે. ફિલ્મના થોડા દ્રશ્યોનું શૂટિંગ આવતા વરસે મુંબઇમાં કરવામાં આવશે. આ ફિલ્મ ૨૦૨૨માં નાતાલ પર રિલીઝ થશે.

(9:50 am IST)