Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

'ભાંગડા પા લે' રોનીની નવી ફિલ્મ પહેલી નવેમ્બરે

રોની સ્ક્રૂવાલાની આરએસવીપી નિર્માણ કંપની આ વખતે ડાન્સ ફ્રેન્ચાઇઝીની ફિલ્મ 'ભાંગડા પા લે' લાવી છે. આ ફિલ્મમાંસની કોૈશલ અને રૂખ્સાર ઢિલ્લોનની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે. આ ફિલ્મ પહેલી નવેમ્બરના રિલીઝ થવાની છે. નિર્માતાઓએ ટ્રેલર સોશિયલ મિડીયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે યે ભાંગડા હૈ જનાબ, ઇન્ડિયા તે ઇન્ડિયા વાલો દી શાન હૈ!...ટ્રેલરમાં મસ્તી, પ્રેમ અને ડાન્સ પ્રત્યેનું ઝનુન જોવા મળી રહ્યું છે. મુખ્ય કલાકાર સની અને રૂખ્સાર લંડનમાં એક ડાન્સ સ્પર્ધામાં ભાગ લેવા જતાં દેખાડાયા છે. આ વખતે નિર્માતાઓએ વેસ્ટર્ન ડાન્સને બદલે ભારતીયોમાં ખુબ પ્રિય એવા ભાંગડા ડાન્સને ફિલ્મી પરદે લાવી આંતરરાષ્ટ્રીય સ્તર પર દેખાડવાની હિમત કરી છે. નિર્માતા રોની કહે છે ઉરી ફિલ્મની જેમ જ અમારી ભાંગડા પા લે ફિલ્મ પણ દર્શકોને તાજા અને અનોખા વિષય સાથે આકર્ષિત કરશે.

(9:45 am IST)