Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

સપનામાં પણ ભાઇ સાથે તુલના ન કરી શકું: ઇશાન

બિયોન્ડ ધ કલાઉડ્સ અને ધડક જેવી ફિલ્મો થકી જાણીતો બનેલો અભિનેતા ઇશાન ખટ્ટર કહે છે કોઇ મારી તુલના મારા ભાઇ શાહિદ સાથે કરે તે યોગ્ય નથી. બે ફિલ્મો પછી ઇશાન હવે ઝડપથી કોઇ ફિલ્મ સાથે જોડાવા ઇચ્છતો નથી. તે હાલમાં જુદી-જુદી સ્ક્રિપ્ટ વાંચી રહ્યો છે. ઇશાને કહ્યું હતું કે ભાઇ શાહિદ સાથેની તુલના યોગ્ય નથી. મારો પ્રયત્ન રહેશે કે હું સતત મારું સારું કામ આપતો રહું અને આગળ વધતો રહું. કોઇ મારી તુલના કરે તો એ તરફ હું ધ્યાન આપતો નથી. કારણ કે સપનામાં પણ હું મારી તુલના મોટા ભાઇ સાથે કરી શકુ તેમ નથી. શાહિદ મારા ઘડવૈયા અને શિક્ષક તરીકે કામ કરે છે. તેની પાસેથી ઘણું શીખ્યું છે. તો મારો સતત પ્રયત્ન રહે છે કે હું તેને નિરાશ ન કરું. મારા કામથી તે સતત ખુશ રહે તે જરૂરી છે. કોઇ બે ભાઇઓને એક બીજાની સામે ઉભા રાખી દે તે મને જરાપણ પસંદ નથી.

(9:40 am IST)