Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

મેડમ તુસાદ મ્‍યુઝીયમમાં શ્રીદેવીને જોઇ બોની કપૂર ભાવુક થયાઃ હવા હવાઇના રૂપમાં સ્‍ટેચ્‍યુના અનાવરણ વખતે જ્‍હાન્‍વીએ પિતાને સંભાળવા પડયા

નવી દિલ્હી : આજનો દિવસ બોની કપૂર અને એમની પુત્રીઓ માટે ઘણો યાદગાર અને લાગણીસભર બન્યો છે. સિંગાપુરના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં આજે શ્રીદેવી ના મીણના સ્ટેચ્યૂનું અનાવરણ કરાયું. અવસરે બોનીકપૂર પોતાની પુત્રીઓ જાન્હવી અને ખુશી સાથે અહીં આવી પહોંચ્યા હતા. અહીં શ્રીદેવીના હવા હવાઇ રૂપનું સ્ટેચ્યૂ જોતાં બોની કપૂર ભાવુક થઇ ઉઠ્યા હતા, આંખો ભીની થઇ હતી. જોકે પુત્રી જાન્હવીએ પિતાનો હાથ પકડી એમને સહારો આપ્યો હતો.

શ્રીદેવીનું સ્ટેચ્યૂ એમની યાદોને તાજી કરી રહ્યું છે. સામે આવેલી તસ્વીરમાં શ્રીદેવીના સ્ટેચ્યૂ સાથે પતિ બોનીકપૂર અને પુત્રી જાન્હવી અને ખુશી દેખાય છે. તસ્વીરમાં બોની કપૂર ઘણા લાગણીશીલ અને ભાવુક દેખાઇ રહ્યા છે અને પુત્રી જાન્હવીનો હાથ પકડી રાખ્યો છે.

મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકાયેલ શ્રીદેવીની પ્રતિમા એમની સુપરહિટ ફિલ્મ મિસ્ટર ઇન્ડિયાના ગીત હવા હવાઇ અંદાજમાં બનાવાયું છે. મીણમાંથી બનાવાયેલ પુતળું ઘણી બાબતે ખાસ છે. 20 કલાકારોની ટીમ દ્વારા કડી મહેનત બાદ તૈયાર કરાયું છે. શ્રીદેવીના પરિવાર સાથે એમના વિવિધ પોઝ, એક્સપ્રેશન, મેકઅપ અને આઇકોનિક આઉટફિટને રિક્રિએટ કરીને પાંચ મહિનામાં તૈયાર કરાયું છે.

સામે આવેલી વિગતો અનુસાર શ્રીદેવીનું પૂતળું તૈયાર કરવું કલાકારો માટે ઘણું પડકારજનક હતું. શ્રીદેવીનું ક્રાઉન, પખ્સ, ઇયરિંગ અને ડ્રેસમાં લગાવાયેલ 3D પ્રિન્ટને ઘણા ટેસ્ટ બાદ તૈયાર કરાયા છે.

અહીં નોંધનિય છે કે, શ્રીદેવી ના મોત બાદ એમના પહેલા જન્મદિવસે મેડમ તપસાદ મ્યુઝિયમે તેણીને શ્રધ્ધાંજલિ આપતાં વેક્સ સ્ટેચ્યૂ બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં કહેવાયું હતું કે, સપ્ટેમ્બરમાં તૈયાર કરી દેવાશે. ગત વર્ષે દુબઇમાં શ્રીદેવીનું મોત નિપજ્યું હતું. એક લગ્ન સમારોહમાં હાજરી આપવા તેણી દુબઇ આવી હતી ત્યારે ર્દુઘટના ઘટી હતી. હોટલ રૂમના બાથટબમાંથી તેણી મૃત હાલતમાં મળી હતી.

(5:55 pm IST)