Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

'રાગીની'માં આરતી ખેત્રપાલનો બોલ્ડ લૂક

વેબ સિરીઝનું ખુબ જાણીતુ નામ બની ચુકેલી અભિનેત્રી આરતી ખેત્રપાલ ઓલ્ટ બાલાજીની જાણીતી વેબ સિરીઝ 'રાગીની એમએમએસ રિટર્ન્સ-૨'માં બોલ્ડ રૂમમાં જોવા મળવાની છે. આરતીએ કારકિર્દીની શરૂઆત મિકાસિંહના મ્યુઝિક વિડીયો સમા હૈ સુહાના...થી કરી હતી. આધ્યાત્મીક પરિવાર સાથે નાતો ધરાવતી આરતી સોશિયલ મિડીયા પર બોલ્ડ લૂકથી સોૈને ચોંકાવતી રહે છે. અત્યાર સુધીમાં આરતી સો જેટલા લાઇવ શો કરી ચુકી છે. પચાસ જેટલી કોમર્શિયલ એડમાં પણ જોવા મળી છે. આરતીની પોતાની મહિલા ફૂટબોલ ટીમ છે જેનું નામ ગર્લ્સ વિથ ગોલ્સ રાખ્યું છે. આરતી આ ટીમને મહિલા સશકિતકરણને આગળ વધારવા માટે ટેકો આપે છે. એકતા કપૂરની એમએમએસ સાથે અન્ય ત્રણ વેબ સિરીઝ પણ એકતા કરી રહી છે. જેમાં તેની સાથે વરૂણ સૂદ, દિવ્યા અગ્રવાલ પણ છે. રાગીનીનો પહેલા ભાગ ૨૦૧૧માં આવ્યો હતો. એ પછી બીજા ભાગમાં સની લિયોન હતી. ત્રીજા ભાગને વેબ સિરીઝ તરીકે લાવવામાં આવ્યો હતો. 

(10:00 am IST)