Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

ટીવી પરદે દેખાતી સીધી સાદી વહૂ, સોશિયલ મિડીયા પર હોટ હોટ અદા

ટીવી શો ઉતરન અને ડાયન થકી પ્રશંસા મેળવી ચુકેલી અભિનેત્રી ટીના દત્તા અવાર-નવાર સોશિયલ મિડીયા પર બોલ્ડ અને સેકસી તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. તેનો આવો અવતાર ઇન્ટરનેટ પર સતત વાયરલ થતો રહે છે. ફરીથી તેણે આવી તસ્વીરો પોસ્ટ કરી હતી, જેણે ખુબ ચર્ચા મેળવી છે. સ્વીમિંગ પૂલના કિનારે મોનોકિની પહેરીને આરામ કરતી હોય તેવી તસ્વીર ખુબ વાયરલ થઇ છે. તેને ચાહકો તરફથી અનેક કોમેન્ટસ મળી છે. ટીવી પરદે સીધી સાદી વહૂના રોલમાં મોટે ભાગે જોવા મળતી ટીના અસલી જિંદગીમાં ખુબ જ સ્ટાઇલીશ છે. અનેક ટીવી શોમાં ટીનાએ કામ કર્યુ છે. કલર્સ ચેનલના શો ઉતરન થકી તેને ખુબ નામ અને દામ મળ્યા હતાં. ઇચ્છાનું પાત્ર આ શોમાં તેણે ભજવ્યું હતું. કોલકત્તામાં જન્મેલી ટીના ૨૦૦૩થી અભિનયની દુનિયામાં છે. પ્રારંભે તેણે બંગાલી ફિલ્મો કરી હતી. ફિયર ફેકટર, કોમેડી નાઇટ્સ વિથ કપિલ, ઝલક દિખલા જા, બોકસ ક્રિકેટ લિગ સહિતના શો કરી ચુકી છે. હાલમાં તે ડાયન શોમાં કામ કરી રહી છે.

 

(10:00 am IST)