Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

કાજલ અગ્રવાલની વધુ એક હિન્દી ફિલ્મ

અબ્રાહમની આગામી ફિલ્મ મુંબઇસાગા હાલમાં ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મનું શુટીંગ ૨૭મી ઓગષ્ટથી શરૂ થઇ ગયું છે. ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે સાઉથની સુપરસ્ટાર સુંદરી કાજલ અગ્રવાલને લેવામાં આવી છે. જોન સાથે કાજલની જોડી બનશે. કાજલ અગાઉ સિંઘમમાં અજય દેવગણ સાથે કામ કરી ચુકી છે. દર્શકોને કાજલ ખુબ ગમી હતી. મુંબઇસાગામાં જોન ઉપરાંત ઇમરાન હાસમી પણ છે. તેની સાથેની હિરોઇન હવે નક્કી થશે. અન્ડરવર્લ્ડની કહાની આ ફિલ્મમાં જોવા મળવાની છે. અગાઉ પણ જોન અને ઇમરાન આવા વિષય ધરાવતી ફિલ્મો કરી ચુકયા છે. જૈકી શ્રોફ અને સુનિલ શેટ્ટી પણ મુંબઇસાગામાં દમદાર રોલમાં જોવા મળશે. જૈકી ટપોરી સ્ટાઇલ ભાષા ખુબ સારી રીતે બોલી શકે છે. જેથી આ ફિલ્મમાં તે ખુબ જામશે. મુંબઇમાં જન્મેલી કાજલે ૨૦૦૪માં કયું હો ગયાના ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. એ પછી સાઉથમાં વળી ગઇ હતી. રણદીપ હુડ્ડા સાથે દો લફજો કી કહાની પણ કરી હતી.

(9:59 am IST)