Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

KBCમાં એયરફોર્સની રિટાયર્ડ મહિલા ઓફિસર બની પ્રથમ કંટેસ્ટેન્ટ:જીત્યા 12.50 લાખ રૂપિયા

 

ટીવીના સૌથી મોટા રિયાલિટી શોકોન બનેગા કરોડપતિની સીઝન 10 સોની ચેનલ પર શરૂ થઇ ગઇ છે. શોની પ્રથમ કંટેસ્ટેન્ટ સોનિયા યાદવે 12 લાખ 50 હજાર રૂપિયા જીતીને શોથી વિદાય લીધી હતી. હરિયાણાની સોનિયા યાદવ પ્રથમ કંટેસ્ટેન્ટ તરીકે શોના પ્રીમિયર એપિસોડમાં પહોંચી હતી. ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ કંટેસ્ટેન્ટમાં સોનિયા એક માત્ર કંટેસ્ટેન્ટ હતી જેમણે સાવલનો સાચો જવાબ આપ્યો હતો. આર્મી બેકગ્રાઉન્ડથી આવનાર સોનિયા પોતે એક એરોનોટિકલ એન્જિનિયર હતી. સોનિયાએ શો પર 12 લાખ 50 હજાર રૂપિયા જીત્યા છે. તેઓ 25 લાખ રૂપિયાના સવાલનો જવાબ આપી શક્યા નહી અને તેમને ક્વિટ કરી દીધુ હતું.

 

શોના સૌથી પોપ્યુલર હોસ્ટ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન કેબીસીની સીઝન 10માં વખતે ઘણા ફેરફાર લઇને આવ્યા છે. શોમાં વખતે ફિલ્મોના પ્રમોશન નહીં થાય. સીઝનમાં પ્રથમ વખતકેબીસી કર્મવીરસેગ્મેન્ટ શરૂ કરવામાં આવ્યું છે જે દર શુક્રવારે પ્રસારિત કરવામાં આવશે. સેગ્મેન્ટમાં એવા લોકોની રિયલ લાઇફ સ્ટોરી દેખાડવામાં આવશે જે સમાજમાં સહારાત્મક ફેરફાર કરી રહ્યા છે.

(2:44 pm IST)