Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

વિવેકના નિર્માણમાં બનશે હોરર થ્રિલરઃ વર્ષના અંતમાં શુટીંગ

બોલીવૂડનો અભિનેતા વિવેક ઓબેરોય સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પણ જાણીતું નામ બની ગયો છે. સાઉથની કેટલીક ફિલ્મોમાં તે નેગેટિવ પાત્રો ભજવીને નામના મેળવી ચુકયો છે. હવે તે ફિલ્મ નિર્માણનું કામ પણ કરી રહ્યો છે. તેની ફિલ્મથી ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની દિકરી પલક તિવારી અભિનયની શરૂઆત કરવાની છે. પલકનો આ ફિલ્મનો પહેલો લૂક પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. વિવેક ઓબેરોયના મેગા એન્ટરટેઇનમેન્ટ અને પ્રેરણા વી. અરોરા મળીને ફિલ્મ 'રોઝી-ધ સેૈફરન ચેપ્ટર' બનાવી રહ્યા છે. આ ફિલ્મનું શુટીંગ આ વર્ષના અંતમાં શરૂ થશે. ફિલ્મનું પોસ્ટર બહાર પડી ચુકયું છે જેમાં પલક અત્યંત ગ્લેમરસ લૂકમાં જોવા મળી રહી છે. વિવેક ઓબેરોયએ પોસ્ટર પોસ્ટ કરીને લખ્યું છે કે આ છે અમારી મિસ્ટ્રી ગર્લ, અમને પલક તિવારીને રોઝીના રોલમાં લોન્ચ કરીને ખુશી થઇ રહી છે. હોરર થ્રિલર ફ્રેન્ચાઇઝી ગુરૂગ્રામની સત્ય ઘટનાઓ પર આધારીત આ ફિલ્મ છે. જેનું નિર્દેશન વિશાલ મિશ્રા કરશે. પલકે પણ સોશિયલ મિડીયા પર આ પોસ્ટર મુકયું છે અને પોતે ખુબ જ આનંદિત હોવાનું લખ્યું છે.

(10:04 am IST)