Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

બચ્ચન બહુને હવે આ ક્ષેત્રમાં કામ કરવાની ઈચ્છા

મુંબઇ: બોલીવૂડની બ્યૂટી ક્વિન ઐશ્વર્યા રાય બચ્ચનને ફિલ્મના દિગ્દર્શનનું સુકાન સંભાળવાના હેવા જાગ્યા છે. અભિનેત્રીએ જલદીજ ડાયરેકટર બનવાની વાત કરી હતી. થોડા દિવસો પહેલાં ઐશ્વર્યાએ એક મુલાકાત દરમિયાન પોતે જલદી જ ડાયરેકર બનવા ઇચ્છે છે તેવી પોતાની મનની વાત કહી હતી. તે ઘણા સમયથી ધ્યાનથી ડિરેકશનના પાસાનો અભ્યાસ કરતી આવી છે. તે હવે જલદી જ કોઇ પ્રોજેક્ટને ડાયરેક્ટ કરે તેવી શક્યતા છે. જોકે તેણે આ ેબાબતે વધુ કોઇ માહિતી આપી નથી. ઐશ્વર્યા પતિ અભિષેક સાથે વધુ એક ફિલ્મ કરવાની છે. કહેવાય છે કે આ રિયલ લાઇફ કપલ રૃપેરી પડદે પણ સાથે દેખાવાનું છે. ફિલ્મ 'ગુલાબ જામુન તેમણે સાઇન કરી દીધી હોવાની ચર્ચા છે. તેમજ આ ઉપરાંત પણ તેઓ એક વધુ ફિલ્મ સાઇન કરવાના છે તેવી વાત છે.

 

 

(3:38 pm IST)