Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

અધધધ... સાઉથની ફિલ્મમાં કામ કરવા વિવેકે માંગી આટલી બધી ફીસ..

મુંબઇ: વિવેક ઓબેરોય હિંદી ફિલ્મોમાં આજકાલ ઓછો દેખાઇ રહ્યો છે. પરંતુ તે સાઉથની ફિલ્મોમાં છવાઇ ગયો છે. તે દક્ષિણની ફિલ્મની દુનિયાનો ચહિતો એકટર બની રહ્યો છે. કહેવાય છે કે સાઉથની ફિલ્મોમાં કામ કરવા વિવેક અધધધ ફી વસૂલી રહ્યો છે.

 

સૂત્રની વાત સાચી માનીએ તો વિવેક ઓબેરોય સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હાઇએસ્ટ પેઇડ હિંદી એકટર બની ગયો છે. તેને દક્ષિણની ફિલ્મોમાં સૌથી વધુ પૈસા મળી રહ્યા છે. તેની ડિમાન્ડ પણ ફિલ્મોમાં વધી ગઇ છે. વિવેક સાઉથની ફી માટે મોં માગી રકમ મેળવી રહ્યો છે. મેકર્સ પણ તેને જેટલા રૃપિયા માંગે છે તેટલા આપવા તૈયાર થઇ જાય છે.
આમ થવાનું કારણ છે કે, થોડા દિવસો પહેલા વિવેક ઓબેરોય એક સાઉથની ફિલ્મ 'વિવેગમ રીલિઝ થઇ ગતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી હતી. ફિલ્મએ બોક્સ ઓફિસ પર કમાણીનો એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. પછી વિવેકની ડિમાન્ડ સાઉથમાં વધી ગઇ છે.
કહેવાય છે સાઉથના ફિલ્મ સર્જકો વિવેકને સાઇન કરવા માટે સ્પર્ધામાં છે. તેણે હાલમાં સાઉથના અભિનેતા મોહનલાલ ઓપોઝિટ એક ફિલ્મ સાઇન કરી છે. ઉપરાંત તેણે રામચરણ તેજા સાથે પણ એક ફિલ્મ સાઇન કરી છે.ઉપરાંત એક કન્નડ ફિલ્મમાં પણ તે નજરે ચડવાનો છે. વિવેક પાસે ઘણી ફિલ્મો છે. તેનેે હાલ તેલગુ, મલાયમલમ  અને કન્નડ સહિત ઘણી ફિલ્મોની ઓફરો મળી રહી છે.

(3:37 pm IST)