Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

'સરફરોજ-2'ને લઈને જ્હોન અબ્રાહમ ઉત્સાહિત

મુંબઇ: આગેવાન અભિનેતા ફિલ્મ સર્જક જ્હૉન અબ્રાહમે કહ્યું હતું કે સુપરહિટ ફિલ્મ સરફરોશની સિક્વલ મારી સાથે બની રહી છે વાતનું મને ગૌરવ છે.

 

ઓરિજિનલ ફિલ્મમાં આમિર ખાન, સોનાલી બેન્દ્રે,મનોજ જોશી, નસીરુદ્દીન શાહ વગેરેના જોરદાર રોલ્સ હતા. એમાં આમિર ખાને આસિસ્ટન્ટ પોલીસ કમિશનરનો રોલ કર્યો હતો.જ્હૉને પોતાની ૧૫મી ઑગષ્ટે રજૂ થનારી ફિલ્મ સત્યમેવ જયતેના પ્રમોશન દરમિયાન મિડિયા સાથે વાત કરતાં સમાચારને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે હું જ્હૉન મેથ્યુ મથાઇ સાથે સરફરોઝ ટુ કરી રહ્યો છું. 'હું ફિલ્મનો સહનિર્માતા પણ છું.હાલ અમે સ્ક્રીપ્ટને ફાઇનલ ટચ આપી રહ્યા છીએ. એકવાર સ્ક્રીપ્ટ તૈયાર થઇ જાય ત્યારબાદ અમે બાકીની વિગતો જાહેર કરીશું. મેં પહેલીવાર સરફરોશ જોઇ ત્યારે મેં સામે ચાલીને જ્હૉન મેથ્યુ મથાઇની મુલાકાત લીધી હતી અને એમને બિરદાવ્યા હતા. ત્યારે મેં કહ્યું હતું કે ફિલ્મની સિક્વલ બનાવવાની ઇચ્છા જાગે તો મારો સંપર્ક કરજો.... હવે અમે સરફરોઝ ટુની તૈયારી કરી રહ્યા છીએ. ફિલ્મ આવતા વરસે ફ્લોર પર જશે' એમ પણ જ્હૉને કહ્યું હતું.તાજેતરમાં જ્હૉનની પોખરણ ફિલ્મ રજૂ થઇ હતી અને હિટ નીવડી હતી. હવે એેની સત્યમેવ જયતે રજૂ થવાની તૈયારીમાં છે.

(3:37 pm IST)