Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

રૂપેરી પરદે આયુષ્માન ખુરાનાની જોડી પંખુડી અવસ્થી સાથે

મુંબઈ:આનંદ એલ રાય અને આયુષ્યમાન ખુરાના ફરી એક વખત એક અલગ કોન્સેપ્ટ પર બની રહેલી ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન ' પર ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. આયુષ્યમાન ખુરાનાના હોમોસેક્સ્યુઅલ મિત્ર તરીકે અન્ય એક અભિનેતાની શોધ ચાલી રહી છેઆયુષ્યમાન સાથે ફિલ્મમાં ટચૂકડા પડદાના સ્ટાર ગૌતમ રોડેની પત્ની પંખુડી અવસ્થી જોડી જમાવશે. પંખુડી પહેલા ફિલ્મ ' રમૈયા વસ્તાવૈયા' ના એક નાનકડા પાત્રમાં જોવા મળી હતી. કહેવાય છે કે, ફિલ્મમાં પ્પંખુડીનું પાત્ર  લાંબુ છે ફિલ્મની વાર્તા એક એવા રૂઢીવાદી પરિવાર ની છેજેનો પુત્ર હોમો સેક્સ્યુઅલ છેએે જાણીને પરિવાર પર આભ તૂટી પડે છે પહેલા આયુષ્માન 'શુભ મંગલ સાવધાન'માં જોવા મળ્યો હતો. હવે ફિલ્મનો બીજા ભાગમાં એક એવી લવ સ્ટોરી હશે જેનો સમાજ કદી સ્વીકાર કરતો નથી. કહેવાય છે કે ફિલ્મ હોમોસેકસ્યુઆલિટી પર ફોકસ કરશે.

(5:37 pm IST)