Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

એ વખતે રામને અનેક ઓફર જતી કરવી પડી હતી

ટીવી પરદે ખુબ જાણીતો અને ફિલ્મોમાં પણ ચમકી ચુકેલો અભિનેતા રામ કપૂર સાક્ષી તન્વર સાથેના શો બડે અચ્છે લગતે હૈને કારણે ખુબ ચર્ચામાં રહ્યો હતો. તેની અને સાક્ષીની જોડી પણ દર્શકોને ખુબ ગમી હતી. આ શોમાં બંને વચ્ચેનો કિસીંગ સિન પણ લાંબા સમય સુધી લોકોને યાદ રહ્યો હતો. જો કે આ શો કરતી વખતે રામ કપૂરના હાથમાંથી અનેક મોટી ફિલ્મો નીકળી ગઇ હતી. રામે કહ્યું હતું કે બડે અચ્છે લગતે હૈ શોમાં હું કામ કરતો હતો ત્યારે જ મને અનેક મોટી બોલીવૂડ ફિલ્મોની ઓફર મળી હતી. પરંતુ શો એવો જબરદસ્ત ચાલતો હતો કે ફિલ્મો હાથમાંથી જવા દેવી પડી હતી. પહેલા આ શોને માત્ર દોઢસો એપિસોડ સુધી બનાવાયો હતો. પરંતુ અપાર સફળતા મળતાં શોને ૨૦૧૧થી ૨૦૧૪ સુધી ચલાવવામાં આવ્યો હતો. જો કે ફિલ્મોની ઓફરો હાથમાંથી જતી રહેી તેનો કોઇ પછતાવો રામ કપૂરને નથી. તે કહે છે એક અભિનેતા તરીકે પડકારો સહન કરવા પડતા હોય છે. રામ સાથે સાક્ષી ઉપરાંત સુમોનો ચકવર્તી, સમીર કોચર અને ચાહત ખન્ના પણ મુખ્ય રોલમા હતા.

 

(9:40 am IST)