Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

નાગિન-૩ ફેઇમ પર્લ પુરીએ કરી સ્પોટબોયની મદદ

લોકડાઉનમાં બોલીવૂડ અને ટીવી પરદાના અનેક એવા અભિનેતા-અભિનેત્રીઓ સામે આવ્યા હતાં જેણે જરૂરીયાતમંદ લોકોની ખુબ જ મદદ કરી હતી. હજુ પણ આ સેવાનું કામ તેઓ કરી રહ્યા છે. જેમાં ટીવી પરદાનો એક કલાકાર પર્લ વી પુરી પણ સામેલ છે. નાગિન-૩ શોમાં કામ કરીને જાણીતા બનેલા પર્લએ પોતાની સાથે ટીવી શોમાં કામ કરનારા સ્પોટ બોયની મદદ કરી હતી. ડાયરેકટ આ લોકોના બેંક ખાતામાં જ રોકડ જમા કરાવી દીધી હતી. પર્લએ કહ્યું હતું કે સ્પોટ બોયઝના મને કેટલાક સમયથી ફોન આવી રહ્યા હતાં. લોકડાઉનને કારણે એ લોકોની હાલત ખુબ ખરાબ હતી. અનેક મુશિબતોનો તેઓ સામનો કરી રહ્યા હતાં. મને લાગ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં મારા જેવા બીજા પણ લોકો છે. જેથી મેં તેને મદદ કરી હતી. નાગિન-૩ ઉપરાંત બેપનાહ પ્યાર, ફિર ભી ન માને દિલ બદતમીજ સહિતના શો પર્લએ કર્યા છે. પર્લએ સોથી વધુ સ્પોટબોયના બેંક ખાતામાં સીધા પૈસા જમા કરી તેની મદદ કરતાં સોૈ કોઇ તેના આ કામને બિરદાવી રહ્યા છે.

(9:38 am IST)