Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

ઓરિજિનલ લોકેશન પર શૂટ કરતી માધુરી

માધુરી દીક્ષિત નેને હાલમાં જ મઢ આઇલેન્ડ પર આવેલા ઇરેન્ગલ વિલેજમાં શૂટિંગ કરતી જોવા મળી હતી. તે કલર્સ ચેનલ પર આવી રહેલા રિયલિટી શો 'ડાન્સ દીવાને' ના પ્રોમો સોન્ગનું શૂટિંગ કરતી જોવા મળી હતી. આ ગીત માટે કોઇ સેટ નહીં, પરંતુ ઓરિજિનલ લોકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ શોને માધુરી, શશાંક ખૈતાન અને તુષાર કાલિયા દ્વારા જ્જ કરવામાં આવશે. આ શોને અર્જુન બિજલાણી હોસ્ટ કરશે.

(3:21 pm IST)