Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

બોલીવુડમાં ચાલુ થયો કોસ્ચ્યુમનો લીલામનો ચીલો

મુંબઈ: અક્ષય કુમારે હાલ પોતાની ફિલ્મ રૃસ્તમમાં પહેરેલા નેવી ઓફિસરના કોસ્ચ્યુમનો લીલામ કરવાનો નિર્ણય લીધો. જેના માટે તેના પર અનેક ટીપ્પણી થઇ હતી. હવે સંજય લીલા ભણશાલી પણ અક્ષયના મારગે ચાલવાનો નિર્ણય કર્યો છે. અને પદમાવતના કોસ્ચ્યુમનું  લીલામ કરશે.લીલમાથી મળેલી રકમનો ઉપયોગ તેઓ ધર્માદા માટે કરવાના છે. સંજય લીલા ભણશાલી ખાસ કરીને પદમાવતમાં રણવીર સિંહ અને દીપિકા પદુકોણે પહેરેલા પરિધાનની લીલામ થશે. જોકે એક વાત એવી પણ હતી કે દીપિકાએ જોહર વખતે પહેરેલું કોસ્ચ્યુમ પોતાને આપવાનું કહ્યું હતું. હાલ તો અક્ષય કુમારના કોચ્યુમની લીલામી ઓનલાઇન થઇ રહી છે અને લોકો બીડ લગાવી રહ્યા છે. આ લીલામ ૨૬ એપ્રિલથી ૨૬ મે સુધી ચાલશે. આ લીલામથી જે પણ રકમ મળશે તેનો ઉપયોગ ધર્માદા માટે આ માંધાતાઓ કરવાના છે.
 

(4:19 pm IST)