Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

કરણ-બિપાશા આવતા મહિને લંડન રવાના થશે

કરણસિંહ ગ્રોવરની ફિલ્મ '૩ દેવ'નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં કરણ સાથે રવિ દૂબે અને કૃણાલ રોય કપૂર પણ છે. ફિલ્મ ખુબ મજેદાર લાગી રહી છે. તો બીજી તરફ કરણની પત્નિ બિપાશા બાસુને પણ એક ફિલ્મ મળી ગઇ છે. ત્રણ વર્ષથી બિપાશા ફિલ્મોથી દૂર હતી. તેને 'સ્લાઇશ ઓફ ધ લાઇફ' નામની ફિલ્મ મળી છે. લાંબા સમય પછી બિપાશા તેના ચાહકોને ફિલ્મી પરદે જોવા મળશે. આ ફિલ્મમાં તેનો મુખ્ય રોલ છે. જો કે ફિલ્મની સ્ટોરી અને થીમ શું છે? તે હજુ નક્કી થયું નથી. પણ ચર્ચા મુજબ રોમાન્ટીક કોમેડી ફિલ્મ હશે. દિલચશ્પ બાબત એ છે કે બિપાશા સાથે તેના પતિ કરણસિંહ ગ્રોવરને પણ આ ફિલ્મમાં લેવાયો છે. આ બંનેએ અગાઉ 'અલોન' નામની ફિલ્મ સાથે કરી હતી. આવતા અઠવાડીયે બિપાશા અને કરણ ફિલ્મ યુનિટ ટીમ સાથે લંડન રવાના થશે. જ્યાં એક મહિનો સુધી શુટીંગ ચાલશે.

 

(9:28 am IST)