Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

કિયારા પણ જોડાઇ કાંચનાની રિમેકમાં

બોલીવૂડ અભિનેત્રી કિયારા અડવાણીને અક્ષય કુમાર સાથે કામ કરવાની તક મળી છે. અક્ષય કુમારની કેસરી ફિલ્મ બોકસ ઓફિસ પર સફળ સાબિત થઇ છે. હાલમાં તેના હાથ પર બીજા અનેક પ્રોજેકટ છે. અક્ષય સાઉથની જબરદસ્ત હોરર કોમેડી કાંચનાની રિમેક પણ કરી રહ્યો છે. આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે કિયારા અડવાણીને ફાઇનલ કરી લેવામાં આવી છે. સાથે આર. માધવન પણ મહત્વના રોલમાં હશે. કિયારા અને આર. માધવન બંનેને સાઉથની ફિલ્મોનો અનુભવ છે. કિયારાએ હાલમાં જ સાઉથમાં કારકિર્દી શરૂ કરી છે. આર. માધવન ત્યાંનો જાણીતો ચહેરો છે. બંનેને સ્ક્રિપ્ટ ખુબ ગમી હોઇ અને અક્ષય મુખ્ય રોલમાં હોઇ બંનેએ કામ કરવાની હા પાડી છે. આ બંને કાંચનાની રિમેકમાં કઇ ભુમિકા નિભાવશે તે હવે ખબર પડશે. ફિલ્મનું શુટીંગ આવતા મહિને શરૂ થશે અને ૨૦૨૦માં રિલીઝ થશે.

(9:53 am IST)