Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

ભરોસો કરો છો, તો એના ઉપર ભરોસો કરવો તમારી જવાબદારી છેઃ અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી સાથેનો અમિતાભ બચ્ચનનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી :બોલિવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને ટેલિવુડ પડદાની ફેમસ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન દુપટ્ટાથી પડકીને દિવ્યાંકાને લઈ જતા દેખાઈ રહ્યાં છે. હકીકતમાં, આ વીડિયો કોઈ શૂટનો છે, જેને દિવ્યાંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. અમિતાભ બચ્ચન આ વીડિયોમાં દિવ્યાંકાને કહી રહ્યાં છે કે, ભરોસો કરો છો, તો એના પર ભરોસો કરવી તમારી જવાબદારી છે.

19 લાખથી વધુવાર જોવાયો વીડિયો

સોશિયલ મીડિયા પર હવે આ વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. 48 કલાકની અંદર આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર 19 લાખથી વધુ વ્યૂ મળ્યા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન જલ્દી જ ફિલ્મ ઝુંડ માં નજર આવવાના છે. આ ફિલ્મ આ વર્ષે 8 મેના રોજ રિલીઝ થવાની છે. મરાઠી સિનેમાના સૌથી ફેમિસ ડાયરેક્ટર નાગરાજ મંજુળે દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં બિગબી એક આદિવાસી શિક્ષક બન્યા છે. આ પહેલા અમિતાભ બચ્ચન ફિલ્મ મહોબ્બતે, આરક્ષણ અને બ્લેકમાં શિક્ષકના રોલમા નજર આવ્યા હતા. આશા છે કે, બિગબી અને નાગરાજ મંજુળોની જોડી લોકોને પસંદ આવે અને ભરપૂર એન્ટરટેનમેન્ટ પરોસે.

તમને જણાવી દઈએ કે, દિવ્યાંકાની વાત કરીએ તો તે પોતાના કામ અને પર્સનાલિટીને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તેણે ઝી ટીવી પર સીરિયલ બનુ મેં તેરી દુલ્હનથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. દિવ્યાંકા અને તેના પતિ એક્ટર વિવેક દહીયાની જોડી દિવેકના નામથી પોપ્યુલર છે. દિવ્યાંકા અને વિવેકની જોડી રિયાલિટી ડાન્સ શો નચ બલિયેમાં પણ ટ્રોફી જીતી ચૂકી છે.

(4:25 pm IST)