Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

અનિલ કપૂરની ડોન દાઉદ ઇબ્રાહિમ સાથેની તસવીર વાયરલ થતા સોનમ કપૂર ઉપર સવાલોનો મારો

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. પોતાની પોસ્ટને લઈને અનેકવાર તે ટ્રોલર્સના નિશાને આવી ગઈ છે. હવે એકવાર ફરીથી ટ્રોલ થઈ રહી છે અને તે પણ પિતાના કારણે. સોનમ  કપૂરના પિતા અનિલ કપૂરની અન્ડરવર્લ્ડ ડોન અને મુંબઈ બોમ્બ ધડાકાના દોષિત ભાગેડુ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથેની એક તસવીર હાલ સોશિયલ મીડિયા પર  વાઈરલ થઈ રહી છે. જેના પર તેમની પાસે જવાબ માંગવામાં આવી રહ્યો છે.

શું છે મામલો

સોનમે હાલમાં જ શાહીન બાગમાં થયેલી ફાયરિંગની ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. સોનમે ટ્વીટ કરીને કહ્યું કે આ એવી વસ્તુ છે કે જે અંગે મેં વિચાર્યું પણ નહતું કે ભારતમાં આવું થશે. આ ખતરનાક વિભાજનકારી રાજકારણને રોકો. આ નફરત ફેલાવી રહ્યું છે. જો તમે પોતાને હિન્દુ માનો છો તો સમજી લો કે કોઈ પણ ચીજ ધર્મ અને કર્મ પર આધારિત હોય છે. આ ઘટના આ બંને રીતે યોગ્ય નથી. આ ટ્વીટ બાદ યૂઝર્સ સોનમને ટ્રોલ કરી રહ્યાં છે.

અનિલ કપૂરની તસવીર શેર કરીને કરી ટ્રોલ

સોનમની ટ્વીટ બાદ એક સોશિયલ મીડિયા યૂઝરે તેના પિતા અનિલ કપૂરની એક જૂની તસવીર શેર કરી દીધી. જેમાં તે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે જોવા મળી રહ્યો છે. અશોક શ્રીવાસ્તવ નામના આ યૂઝરે લખ્યું કે જી તમે ખુબ પ્રખરતાથી તમારો અવાજ ઉઠાવો છો. કૃપા કરીને દેશને જણાવશો કે આતંકી દાઉદ સાથે તમારા પિતાની તસવીરનો સંબંધ તેમના કર્મથી છે કે પછી તેમના ધર્મથી? જેના પર સોનમે જવાબ આપ્યો કે તે રાજ કપૂર અને કૃષ્ણા કપૂર સાથે મેચ જોવા ગયા હતાં. તેઓ બોક્સમાં હતાં. મને લાગે છે કે કોઈના પર આંગળી ઉઠાવવાનું બંધ કરી દેવું જોઈએ. કારણ કે ત્રણ આંગળીઓ તમારા પર ઉઠે છે. ભગવાન તમને હિંસા ફેલાવવા માટે માફ કરે.

અનિલ કપૂરની આ તસવીર પર લોકોએ ખુબ કોમેન્ટ કરી. યોગેશે લખ્યું કે સરજી બાપના પગલાં પર જ ચાલી રહી  છે, પિતા બોમ્બ ફોડનારાઓ સાથે અને પુત્રી દેશ તોડનારાઓ સાથે. ધનંજય કપૂર નામના યૂઝરે લખ્યું કે પહેલા લોકો જાણતા હતાં આજકાલ લોકો બોલે છે. અંડરવર્લ્ડના પૈસા કેટલાક ગણતરીના લોકો ખાય છે. આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખબર નથી કેમ આતંકવાદીઓ વિરુદ્ધ કઈ બોલો તો ખરાબ લાગે છે. એક યૂઝરે તો એવો પણ આરોપ લગાવ્યો કે ફિલ્મ મળે એટલા માટે ચમચાગીરી કરી રહ્યાં છે.

(4:24 pm IST)