Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

સત્તા અને રાજકારણ માટે લોકો કેટલી હદ વટાવે છે ? તે જણાવશે સૈફઅલી ખાનની તાંડવઃ 15મીએ રિલીઝ થશે

રાજકારણના કેટલાક મહત્વપૂર્ણ પાશા થશે ઉજાગર : ડિંપલ કપાડિયા, ‘અનુરાધા’નું પાત્રા નિભાવશે

મુંબઈ : બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન, ડિંપલ કપાડિયા, ઝીશાન અય્યુબ, ગૌહર ખાન, સુનિલ ગ્રોવર અને અમાયરા દસ્તૂર સ્ટારર ‘તાંડવ’ સીરીઝનું ટ્રેલર રિલીઝ થઇ ચુક્યુ છે. ટ્રેલરે યૂ-ટ્યૂબ પર આવતા જ ધમાલ મચાવી છે. ટ્રેલરમાં રાજકારણના કેટલાક મહત્વપૂર્ણ પાશા દર્શાવવામાં આવ્યા છે. તાંડવમાં મહત્વપૂર્ણ એ છે કે રાજકારણ અને ખુરશી માટે લોકો એકબીજાના દુશ્મનનીની હદ વટાવી જાય છે. આ સીરીઝનું ડાયરેક્શન અલી અબ્બાસ જફરે કર્યુ છે.

 ‘તાંડવ’ સીરીઝનું ટ્રેલર દર્શકોને સત્તા અને રાજકારણ માટે લોકો શું કરી જાય છે તે જણાવશે. વિશ્વના સૌથી મોટા લોકતંત્રના પાટનગરમાં સ્થાપિત આ સીરીઝ એક મનોરંજક અને કાલ્પનિક નાટક છે. પોતાના કેરેક્ટર અંગે વાત કરતા સૈફ અલી ખાને જણાવ્યું કે ભારતમાં મનોરંજન ઉદ્યોગ નવાયુગમાંથી પસાર થઇ રહ્યુ છે અને તાંડવ જેવી વાર્તા આ બદલાવમાં સૌથી આગળ છે. એક અભિનેતા તરીકે મારા માટે નાટકીય લેખનો સારો ભાગ અને ગ્રે પાત્ર એક આકર્ષક રચના હંમેશા રોમાંચક હોય છે. મેં મારા કેરેક્ટર સમરની જટિલતાઓ અંગે અભ્યાસ કર્યુ અને તાંડવની વાર્તામાં ડૂબકી મારી, હું સમજી ગયો કે મારે આ પાત્રા નિભાવવું છે. હું અમેઝોન પ્રાઇમ વીડિયો પર શોના રિલીઝ થવાની રાહ જોઇ રહ્યો છું

 

તાંડવ એક થ્રિલર ડ્રામા છે, જેમાં ડ્રામા છે, જેમાં ડિંપલ કપાડિયા, ‘અનુરાધા’નું પાત્રા નિભાવશે. સીરીઝમાં પોતાના કેરેક્ટર અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે અનુરાધા એ પાત્રા છે જે મે ક્યારેય ભજવ્યુ નથી અને મને ખુશી છે કે હું આ શો મારફતે ડિજિટલ સ્ટ્રીમિંગમાં પ્રવેશ કરી રહી છું, જે વિશ્વસનિય કલાકાર અને ક્રૂથી સજજ છે. અનેક પાસા અને આટલા બધા કેરેક્ટર સાથે મને આશા છે કે આ સીરીઝ દર્શકોને પ્રભાવિત કરશે અને દર્શકોને આકર્ષિત કરશે. Trailer

અત્રે ઉલ્લેખનીય છે કે અલી અબ્બાસ દ્વારા ડાયરેક્ટેડ આ સીરીઝ 15 જાન્યુઆરી 2021ના રોજથી અમેઝોન પ્રાઇમ વીડિયો પર પ્રીમિયર

(6:25 pm IST)