Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

કાદર ખાનનાં અંતિમ સમયમાં ગોવિંદાએ ના પૂછ્યા ખબર અંતર કે ન કર્યો ફોન

કાદરખાનના પુત્ર સરફરાઝે કહ્યું જ્યારથી પિતા ફિલ્મોથી દૂર થયા કોઈ તેમને યાદ સુદ્ધાં નહોતું કરતુ

મુંબઈ :બોલિવૂડનાં પ્રખ્યાત અભિનેતા કાદર ખાન અંતિમ દિવસોમાં તેમનાં ત્રણેય દીકરાઓ સાથે કેનેડામાં જઇને વસી ગયા હતા બાદમાં તેમણે ફિલ્મ જગત દ્વારા તેમની ઉપેક્ષા અંગે ક્યારેય નારાજગી તેમણે જતાવી નથી.પણ તેમનાં દીકરા સરફરાઝે દુ:ખ વ્યક્ત કર્યુ છે સરફરાઝે કહ્યું કે, ભારતીય ફિલ્મ જગતની આ જ ફિદરત થઇ ગઇ છે. તે ઘણાં કેમ્પ અને વફાદારોમાં વહેચાઇ ગયુ છે. જે તે ગ્રુપની બહાર ગયા પછી લોકો તેને ભુલાવી દે છે.

   મારા પિતાએ અમને (ત્રણેય દીકરાઓને) કહ્યું હતું કે, કોઇનાંથી કોઇ જ પ્રકારની આશા ન રાખો. અને આ જ વિશ્વાસ સાથે મોટા થયા છીએ કે જિવનમાં જેની જરૂર છે તેનાં માટે કામ કરવું જોઇએ. અને બદલામાં કોઇ જ વાતની આશા ન રાખવી જોઇએ.

  સરફરાઝે કહ્યું કે, તેને આ વાતનું ખુબજ દુખ છે કે જ્યારે અબ્બાનું ઇંતકાલ બાદ ઘણાં ફિલ્મ જગતના લોકોએ કેનેડામાં તેમનાં કોઇ જ દીકરાને ફોન કરીને સાંત્વના પાઠવવાની તસ્દી નથી લીધી. અને ફેસબૂક ટ્વિટર પર પોતાનું દુ:ખ વ્યક્ત કર્યુ છે.

  સરફરાઝે કહ્યું કે, જ્યારે પિતા ફિલ્મોમાં એક્ટિવ હતાં ત્યારે બોલિવૂડનાં લોકોની ઘરે અવર-જવર રહેતી હતી અને લોકો તેમને યાદ પણ કરતા હતાં. પણ જ્યારથી પિતા ફિલ્મોથી દૂર થઇ ગયા તો કોઇ તેમને યાદ સુદ્ધા નહોતુ કરતાં. સરફરાઝનો સીધો ઇશારો ગોવિંદા તરફ હતો.

   બીજી તરફ ગોવિંદાએ કાદર ખાનનાં નિધન બાદ ટ્વિટર પર પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે, 'RIP કાદર ખાન સાબ, તે ફક્ત મારા ઉસ્તાદ ન હતાં પણ મારા માટે પિતા સમાન હતાં. તેમનો મિડાસ ટચ અને ઔરાએ મારા જેવા ઘણાં કલાકારને સુપર સ્ટાર બનાવ્યા. આખી ફઇલ્મ ઇન્ડસ્ટ્રી અને મારા પરિવાર તરફથી તેમને શ્રદ્ધાંજલિ. આ ખોટ અને તેમનાં જવાનું દુ:ખ અમે શબ્દોમાં વર્ણવી શકતા નથી. '

(11:28 pm IST)