Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

નવાજુદ્દીન સિદ્દીકી અને નંદિતા દાસને મળ્યો આ એવૉર્ડ

મુંબઈ: ભારતીય અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી અને ફિલ્મ નિર્માતા નંદિતા દાસને ચાલી રહેલ 12માં એશિયા પેસિફિક સ્ક્રીન ઍવૉર્ડમાં સન્માનિત કરવામાં આવ્યા છે. નવજુદ્દીનને ફિલ્મ મન્ટોમાં કરેલ અભિનય બદલ સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર આપવામાં આવ્યો છે

આ ફિલ્મમાં મળેલ એવૉર્ડ પછી અભિનેતાએ કહ્યું કે મંટો માટે એએસપીએ 2018 દ્વારા સર્વશ્રેષ્ટ અભિનેતાનો અવૉર્ડ આપવામાં આવ્યો છે આ એવૉર્ડ મારા માટે ખાસ છે આ માટે હું એશિયા પેસીકીફ સ્ક્રીન એવૉર્ડ અને ફિલ્મ નિર્માતા નંદિતા દાસનો આભાર વ્યક્ત કરું છું.

(5:04 pm IST)