Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

નવીના બોલે સોની સબની સિરીયલ અલીબાબા દાસ્તાન–એ–કાબુલમાં જોડાઇ

(કેતન ખત્રી) અમદાવાદઃ સોની સબ પર અલીબાબા દાસ્તાન–એ–કાબુલ– રોજ દર્શકો માટે કશુંક નવું લાવે છે. દરેક એપિસોડ અલીના જીવનમાં અદભુત ઇનસાઇટ્સ અને વિઝયુઅલ્સ આપે છે. આફ્રાસિયાબ અલીના જીવનમાં ભરપુર ડ્રામા લાવશે એમાં કોઇ નવાઇ નથી. તેની ભુમિકા અને પ્રવેશ વિશે બોલતાં નવીના કહે છે, મેં પડદા પર મારી કારકિદીમાં ઘણી બધી ભુમિકાઓ ભજવી છે, પરંતુ માતાની ભુમિકા ભજવી નથી.

આફ્રાસિયાબ બુદ્ધિશાળી મહિલા છે અને શોમાં તેની વુદ્ધિ કઇ રીતે થઇ એ જાણ્યું ત્યારે મે તુરંત અલીબાબા દાસ્તાન–એ–કાબુલનો હિસ્સો બનવાની સંમતિ આપી. હું ફાતિમાની માતાની ભુમિકા ભજવી રહી છું, જે લાક્ષણિક માતા નથી. તે બુદ્ધિશાળી છે, તેની પુત્રી પર પ્રેમ કરે છે અને તેના હેતુ જાણે છે. હું હંમેશા દર્શકોને કશુંક આપી શકે તેવી મજબૂત ભુમિકાઓ ભજવવા માગતી હતી. આગામી એપિસોડમાં નવા નવા વળાંકો સાથે ઘણું બધું થવાનું છે.

(3:20 pm IST)